શ્રીમહારાણીજીના પાન

શ્રીમહારાણીજીના પાન કરને તું પ્રાણી
શ્રીમહારાણીજીના પાન કરને તું પ્રાણી રે
એ છે અધમ ઉદ્ધારણ જાણી
શ્રીમહારાણીજીના પાન કરને તું પ્રાણી રે

એમનું માહાત્મ્ય છે પદ્મ પુરાણે રે,
પૃથ્વી પર શ્રી વરાહજી વખાણે રે,
એતો વ્રજવાસી સુખ માણે
શ્રીમહારાણીજીના પાન કરને તું પ્રાણી રે

સુંદર મથુરાજી નિકટ બિરાજે રે,
મંદ મંદ મહા ધુનિ ગાજે રે,
એમના દર્શનથી દુઃખ ભાગે
શ્રીમહારાણીજીના પાન કરને તું પ્રાણી રે

વિશ્રામ ઘાટે તે આરતી થાય રે,
સામાં પ્રભુજીના મુકુટ બિરાજે રે,
ચોબા હાથીની ગર્જનાએ આવે
શ્રીમહારાણીજીના પાન કરને તું પ્રાણી રે

ત્યાં તો વૈષ્ણવની ભીડ ભરાય રે,
ત્યાં તો આરતી ધોળ ગવાય રે,
ત્યાં તો જય જય શબ્દ ઉચ્ચારે
શ્રીમહારાણીજીના પાન કરને તું પ્રાણી રે

જે કોઈ પયપાન શ્રીયમુનાના કરશે રે,
તેનો યમ કિંકર ભય ટળશે રે,
કહે છે "રસિક" રાધા વરને વરશે
શ્રીમહારાણીજીના પાન કરને તું પ્રાણી રે