હે કરુણા ના કરનારા

હે કરુણા ના કરનારા, તારી કરુણા નો કોઇ પાર નથી.. (ર)
હે સંકટ ના હરનારા, તારી કરુણા નો કોઇ પાર નથી.. (ર)

મેં પાપો કર્યા છે એવા, હું તો ભુલ્યો તારી સેવા.. (૨)
મારી ભુલો ના ભુલનારા, તારી કરુણા નો કોઇ પાર નથી.. (૨)
હે સંકટ ના હરનારા, તારી કરુણા નો કોઇ પાર નથી

હું અંદર માં થઇ રાજી, ખેલ્યોં છું અવળી બાજી..(૨)
અવળી – સવળી કરનારા, તારી કરુણા નો કોઇ પાર નથી.. (૨)
હે સંકટ ના હરનારા, તારી કરુણા નો કોઇ પાર નથી

હે પરમ-ક્રુપાલુ હાલા, મેં પીધા વિષ નાં પ્યલા..(૨)
વિષ ને અમૃત કરનારા, તારી કરુણા નો કોઇ પાર નથી.. (૨)
હે સંકટ ના હરનારા, તારી કરુણા નો કોઇ પાર નથી

કદી છોરુ – ક્છોરુ થયે, તુ તો મહાવીર કેહવાયે..(૨)
મીટ્ઠી છાયા દેનારા, તારી કરુણા નો કોઇ પાર નથી.. (૨)
હે સંકટ ના હરનારા, તારી કરુણા નો કોઇ પાર નથી

મને જડતો નથી કિનારો, મારો ક્યાંથી આવે આરો..(૨)
મારા સાચા કેવનહારા, તારી કરુણા નો કોઇ પાર નથી.. (૨)
હે સંકટ ના હરનારા, તારી કરુણા નો કોઇ પાર નથી

છે મારુ જીવન ઉદાસી, તું શરને લે અવિનાશી..(૨)
મારા દિલ માં હે રંગારા, તારી કરુણા નો કોઇ પાર નથી.. (૨)
હે સંકટ ના હરનારા, તારી કરુણા નો કોઇ પાર નથી

હે સંકટ ના હરનારા, તારી કરુણા નો કોઇ પાર નથી.. (ર)
હે સંકટ ના હરનારા, તારી કરુણા નો કોઇ પાર નથી