ઘોર અંધારી રે
ઘોર અંધારી રે રાતલડીમાં નીસર્યા ચાર અસવાર
ઘોર અંધારી રે રાતલડીમાં નીસર્યા ચાર અસવાર
લીલે ઘોડે રે કોણ ચડે માં રાંદલનો અસવાર
રાંદલ માવડી રે રણે ચડ્યાં માં સોળ સજી શણગાર
સવા મણનું રે સુખલડું માં અધમણની કુલેર
રમજો રમજો રે ગોરણિયું તમે રમજો સારી રાત
ઘોર અંધારી રે રાતલડીમાં નીસર્યા ચાર અસવાર
કાળે ઘોડે રે કોણ ચડે માં કાળકાનો અસવાર
કાળકા માવડી રે રણે ચડ્યાં માં સોળ સજી શણગાર
સવા મણનું રે સુખલડું માં અધમણની કુલેર
રમજો રમજો રે ગોરણિયું તમે રમજો સારી રાત
ઘોર અંધારી રે રાતલડીમાં નીસર્યા ચાર અસવાર
ધોળે ઘોડે રે કોણ ચડે માં બહુચરનો અસવાર
બહુચર માવડી રે રણે ચડ્યાં માં સોળ સજી શણગાર
સવા મણનું રે સુખલડું માં અધમણની કુલેર
રમજો રમજો રે ગોરણિયું તમે રમજો સારી રાત
ઘોર અંધારી રે રાતલડીમાં નીસર્યા ચાર અસવાર
રાતે ઘોડે રે કોણ ચડે માં હિંગજ નો અસવાર
હિંગજ માવડી રે રણે ચડ્યાં માં સોળ સજી શણગાર
સવા મણનું રે સુખલડું માં અધમણની કુલેર
રમજો રમજો રે ગોરણિયું તમે રમજો સારી રાત
ઘોર અંધારી રે રાતલડીમાં નીસર્યા ચાર અસવાર
ઘોર અંધારી રે રાતલડીમાં નીસર્યા ચાર અસવાર