આવો શ્રી વલ્લભ

આવો શ્રી વલ્લભ આવો શ્રી વિઠ્ઠલ પડ્યું તમારૂં કામ રે
હરતા ફરતા હૈયામાં જડ્યું શ્રી મહાપ્રભુજીનું નામ રે
આવો શ્રી વલ્લભ આવો શ્રી વિઠ્ઠલ પડ્યું તમારૂં કામ રે
હરતા ફરતા હૈયામાં જડ્યું શ્રી મહાપ્રભુજીનું નામ રે

સેવાને ધર્મનો ઝંડો ફ્રકવ્યો
શ્રીકૃષ્ણા શરણ્મમમ મંત્ર ગજાવ્યો
સેવાને ધર્મનો ઝંડો ફ્રકવ્યો
શ્રીકૃષ્ણા શરણ્મમમ મંત્ર ગજાવ્યો
અગ્નિમાં અવતરી આપે બનાવ્યું ચંપારણ જાત્રાનું ધામ રે
હરતા ફરતા હૈયામાં જડ્યું શ્રી મહાપ્રભુજીનું નામ રે

ભાગવતને ગીતાનો સાર સમજાયો
પુષ્ટિ મારગનો મહિમા વધાર્યો
ભાગવતને ગીતાનો સાર સમજાયો
પુષ્ટિ મારગનો મહિમા વધાર્યો
તમ સંગાથે આજે અમારે કરવા છે યમુના પાન રે
હરતા ફરતા હૈયામાં જડ્યું શ્રી મહાપ્રભુજીનું નામ રે

જયશ્રી કૃષ્ણા બોલતાને સૌને બોલાવતા
જ્ઞાન દિપકની જ્યોત પ્રગટાવતા
જયશ્રી કૃષ્ણા બોલતાને સૌને બોલાવતા
જ્ઞાન દિપકની જ્યોત પ્રગટાવતા
શાંતિને ચરણે રાખો શ્રીનાથજી આપો દર્શનના દાન રે
હરતા ફરતા હૈયામાં જડ્યું શ્રી મહાપ્રભુજીનું નામ રે