આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું

Decrease font sizeIncrease font size

આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું, ધન્ય મારું જીવન કૃપા એની લેખું. રામકૃષ્ણ….રામકૃષ્ણ …જાપ રે જપું હું, હરીનો આનંદ નિત ઉરમાં ધરૂ હું.

રામાયણને ગીતા મારી અતંરની આંખો, હરીએ દિધી છે મને ઉડવાની પાંખો. સીતારામ નામ મારે અઢળક નાણું, ગાવું મારે નિશદિન રામનું રે ગાણું.

પ્રભુના ભક્તો રે મારા સગાને સબંધી, છુટી ગઇ સંસારીથી માયાની બંધી. સંતો ભક્તોને જેણે રામ રસ ચાખ્યો, અમર પિયાલો હરદમ રીદિયામાં રાખ્યો.